Friday, April 12, 2013

Knowledge for you


 
 
  નવી દિલ્હી, તા. ૨૫
  • રાજેશ ખન્ના, રાહુલ દ્રવિડ, મેરી કોમ, ર્શિમલા ટાગોર પદ્મ ભુષણ"
  • શ્રીદેવી, રમેશ સિપ્પી, ગૌતમ ગંભીર, વિનય કુમાર, યોગેશ્વર દત્ત પ્રેમલતા અગ્રવાલ પદ્મશ્રીથી સન્માનિત
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ અને અગ્રણી સમાજસેવી સંસ્થા સેવાના રીમા નાણાવટી સહિત ખ્યાતનામ નાગરિકોને વિવિધ ક્ષેત્રમાં તેમણે આપેલાં યોગદાન બદલ પદ્મ એવોર્ડ માટે પસંદ કરાયા હતા.
આ વર્ષે બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભુષણ માટે પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી યશ પાલ અને અવકાશ વિજ્ઞાાની રોડ્ડમ નરસિંહાની જ્યારે દિવંગત બોલિવૂડ અભિનેતા રાજેશ ખન્ના અને ર્શિમલા ટાગોર તથા ક્રિકેટર રાહુલ દ્રવિડ અને બોક્સ મેરી કોમની પદ્મ ભૂષણ માટે પસંદગી થઈ હતી. અભિનેત્રી શ્રીદેવી, રમેશ સિપ્પી, ક્રિકેટર ગૌતમ ગંભીર, લંડન ઓલિમ્પિક્સમાં એવોર્ડ વિજેતા યોગેશ્વર દત્ત અને વિનય કુમારને પદ્મ શ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન માટે કોઈની પસંદગી કરાઈ નથી. છેલ્લે વર્ષ ૨૦૦૮માં દિવંગત ભિમસેન જોષીને ભારત રત્ન એવોર્ડ એનાયત થયો હતો.
શુક્રવારે સરકારે જાહેર કરેલા ૧૦૮ પદ્મ વિજેતાઓમાં પ્રખ્યાત સ્થપતિ રઘુનાથ મોહપાત્રા અને ચિત્રકાર એસ. હૈદર રઝા, નાના પાટેકરનો સમાવેશ થાય છે. પદ્મ એવોર્ડની ચાર કેટેગરીમાં ચાર પર્સનાલિટીઝને પદ્મ વિભૂષણ, ૨૪ને પદ્મ ભૂષણ અને ૮૦ને પદ્મ શ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. કુલ એવોર્ડ વિજેતાઓમાંથી ૨૪ મહિલાઓ, ૧૧ ફોરેનર્સ, એનઆરઆઈ,પીઆઈઓ અને મરણોત્તર કેટેગરીમાં સમાવેશ થાય છે.
ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર જસપાલ ભટ્ટી, ફિલ્મ નિર્માતા ડી. રામા નાયડુ, દક્ષિણ ભારતના પ્રખ્યાત ગાયિકા એસ. જાનકી, ભરતનાટયમ ડાન્સર સરોજા વૈદ્યનાથન, બ્રહ્મોસ કાર્યક્રમના મિસાઈલ વિજ્ઞાાની ડો. એ. સિવથાનુ પિલ્લાઈ, ઉદ્યોગપતિ અદિ ગોદરેજ અને આર. ત્યાગરાજન, ભૂતપૂર્વ અમલદાર એમ. કે. ભાન સહિત ૨૪ને પદ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા જાહેર કરાયેલ ૧૦૮ પદ્મવિજેતાઓમાંથી કેટલાંક નામની યાદી નીચે મુજબ છે.
ગુજરાતના તરંગ મિસ્ત્રીને નેશનલ બ્રેવરી એવોર્ડ
ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક દિવસે બહાદુરી દાખવનારાં બાળકોેને નેશનલ બ્રેવરી એવોર્ડ આપવામાં આવે છે. આ વખતે ૨૨ જેટલાં બાળકોને તેમની બહાદુરી અને સાહસ બદલ આ એવોર્ડ આપવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે આ એવોર્ડમાં ગુજરાતના તરંગ અતુલભાઈ મિસ્ત્રીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચાર લોકોને બચાવનારા ગુજરાતી બહાદુર બાળકને આ વર્ષે બ્રેવરી એવોર્ડથી સન્માનવામાં આવશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર દ્વારા ૧૯૫૭થી બાળકોને તેમનાં સાહસ અને બહાદુરી બદલ બ્રેવરી એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડમાં તરંગ મિસ્ત્રીની સાથે આકાંક્ષા ગુટે, સ્ટ્રીપલીસમેન મિલેમ, રેનુ, કોરોઉન્ગામ્બા કુમામ, મેબિક સિરિયાક, લેરિન્હલાઓ, ગજેન્દ્ર રામ, દેવાંશ તિવાર, રામીથ કે અને મુકેશ નિશાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બાળકોએ પોતાની જિંદગીની પરવા કર્યા વગર લોકોના જીવ બચાવ્યા છે અને સમાજમાં માનવતાનો એક દાખલો બેસાડયો છે. ૮ માર્ચના રોજ ૧૭ વર્ષના તરંગ દ્વારા ચાર લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. ધુળેટીના દિવસે તરંગ પણ અન્ય લોકોની જેમ નર્મદા કિનારે ડૂબકી લગાવવા માટે ગયો હતો. તે સમયે તેને કેટલાંક લોકોની બચાવવા માટેની બૂમો સંભળાઈ, તે તરત જ નદીમાં કૂદી ગયા અને લગભગ ૨૦થી ૨૫ ફૂટ ઊંડા પાણીમાં જઈ ચાર લોકોનો જીવ બચાવ્યો હતો. તરંગની જેમ જ આ તમામ બાળકોએ પોતાની હિંમત અને કુશળતાનો પરિચય આપીને બીજા નાગરિકોના જીવ બચાવ્યા હતા.
આ એવોર્ડ તે મારી સેવા સંસ્થાની બહેનોનું સન્માન છે : રીમા નાણાવટી
કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેર કરાયેલા પહ્મશ્રી એવોર્ડમાં ગુજરાતીઓને ગૌરવ અપાવે તેવું એક નામ રીમા નાણાવટીનું છે.'સેવા' સંસ્થામાં ૧૯૮૪થી કાર્ય કરતાં રીમા નાણાવટી ગરીબ અને જરૂરિયાતમંદ બહેનોને રોજગારી અપાવવાના કાર્યમાં સક્રિય છે. એવોર્ડ મળ્યા પછી 'સંદેશ' સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે આ એવોર્ડ સેવા સંસ્થાની બહેનોનું સન્માન છે. તેમણે જે મારામાં વિશ્વાસ મૂકયો છે તેનું સન્માન છે. હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે, આ તો હજુ શરૂઆત છે. આ એવોર્ડ સેવાની મારી બહેનો અને સાથીઓને અર્પણ કરું છું.
'સેવા' સંસ્થામાં બહેનો માટેના આર્િથક ઉપાર્જન સેલના તેઓ વડાં છે. તેમનો જન્મ તા. ૨૨ મે, ૧૯૦૬૪માં અમદાવાદમાં જ થયો હતો. રીમાબેન વિશે માહિતિ આપતા તેમના પતિ મિહિર ભટ્ટે જણાવ્યું હતું કે તેમણે શિક્ષણ લો ગાર્ડન પાસેની જીએલએસ શાળામાંથી લીધુ છે. તેઓ ૪૦ હજાર બહેનોના ઉત્ત્પાદનોનું માર્કેટિંગ કરવા માટે 'રૂડી' નામનું મંડળ ચલાવે છે. હેન્ડીક્રાફટનું કાર્ય કરતી ૬૦ હજાર બહેનોનું 'અંશીબા' મંડળ ચલાવે છે. ખાસ કરીને અફઘાનિસ્તાન અને શ્રીલંકામાં યુદ્ધ અને આંતરિક પરિસ્થિને કારણે વિધવા થનાર બહેનો માટે સામાજિ અને આર્િથક પ્રવૃત્તિઓ ચલાવે છે. તેમણે અફઘાનિસ્તાનમાં'બાગેજનાના' નામની સંસ્થા મારફત જરૂરિયાતમંદ બહેનોને મદદરૂપ થાય છે.
 
પદ્મવિભૂષણની યાદી...
નામયોગદાન રાજ્ય
રઘુનાથ મહાપાત્રા
આર્ટઓરિસ્સા
એસ. હૈદર રઝાઆર્ટદિલ્હી
પ્રો. યશપાલસાયન્સ- એન્જિ. ઉત્તર પ્રદેશ
પ્રો. રોદ્દામ નરસિમ્હા
સાયન્સ- એન્જિ.કર્ણાટક

પદ્મભૂષણની યાદી...
નામયોગદાનરાજ્ય
શર્મિલા ટાગોરઆર્ટદિલ્હી
રાજેશ ખન્નાઆર્ટ મહારાષ્ટ્ર
રાહુલ દ્રવિડસ્પોટ્ર્સમહારાષ્ટ્ર
મેરિકોમસ્પોટ્ર્સમણિપુર
જસપાલસિંહ ભટ્ટી
આર્ટ પંજાબ
શિવાજીરાવ પાટિલ
પબ્લિક અફેર્સમહારાષ્ટ્ર
પ્રો. સત્ય એન અતલુરી
સાયન્સ- એન્જિ.યુએસએ
પ્રો. જોગેશચંદ્ર પતિ
સાયન્સ- એન્જિ.યુએસએ
રામમૂર્તિ ત્યાગરાજન
ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી
તામિલનાડુ
નંદકિશોર શામરાઓ
મેડિસિનમહારાષ્ટ્ર

પદ્મભૂષણની યાદી...
નામયોગદાનરાજ્ય
શ્રીદેવી કપૂરઆર્ટ મહારાષ્ટ્ર
દેવેન્દ્ર પટેલસાહિત્ય-શિક્ષણગુજરાત
રીમા નાણાવટી સામાજિક કાર્યગુજરાત
સ્વામી ડીસીજી ભારતીઆર્ટકર્ણાટક
એસ.કે.એમ. મેઇલાનંધનસામાજિક કાર્યતામિલનાડુ
પ્રો. મુસ્તસિર બર્મા
સાયન્સ- એન્જિ.મહારાષ્ટ્ર
વંદના લુથાર
ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી
દિલ્હી
સુદર્શન કે. અગ્રાવલમેડિસિનદિલ્હી
પ્રમેલત્તા અગ્રવાલ
સ્પોટ્ર્સદિલ્હી
ડો. રવીન્દ્રસિંહ બિષ્ટ
આર્િકયોલોજીઉત્તર પ્રદેશ
યોગેશ્વર દત્તસ્પોર્ટ્સહરિયાણા
રમેશ ગોયલ સિપ્પી
આર્ટમહારાષ્ટ્ર
હોસંગરાજ ગિરાશા
સ્પોર્ટ્સકર્ણાટક


--

No comments:

Post a Comment